Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી LCB પોલીસની કામગીરી : ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે’ને ઝડપી પાડ્યા, એક મહિલા સહીત ચાર વોન્ટેડ

  • September 03, 2024 

નવસારી જિલ્લાનાં બોરીયાચ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર-૪૮ મુંબઈથી સુરત જતી ટ્રેક ઉપર એક ટ્રકમાંથી પોલીસે વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૦૨,૦૦૦/- તેમજ ૫ લાખનો ટ્રક અને એક નંગ મોબાઈલ  મળી કુલ રૂપિયા સહીત કુલ રૂપિયા ૬,૦૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બે’ને ઝડપી પાડ્યા હતા, જયારે આ કામે એક મહિલા સહીત ચારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન અ.હે.કો. વિપુલભાઈ નાનુભાઈ અને અ.પો.કો. દિગ્વિજયસિંહ રવજીભાઈ નાંઓને મળેલ ખાનગી બાતમીના આધારે બોરીયાચ ટોલનાકા પાસે નેશનલ હાઈવે નંબર-૪૮ મુંબઈથી સુરત જતી ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી તે સમયે ટ્રક નંબર જીજે/૧૫/યુયુ/૧૧૨૧ આવતા જોઈ પોલીસે ટ્રકને ઉભો રખાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી ૨૬ પૂંઠાનાં બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હિસ્કીની બોટલો તથા બીયર મળી કુલ નંગ ૯૭૨ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧,૦૨,૦૦૦/-નો પ્રોહી. મુદ્દામાલનો મળી આવ્યો હતો.


ત્યારબાદ પોલીસે પકડાયેલ શેરબહાદુર દયાશંકર સિંહ (ઉ.વ.૩૪., હાલ રહે.ઉમરગામ રોડ, ભીલાડ, તા.ઉમરગામ, જિ.વલસાડ, મૂળ રહે.રેલ્વે સ્ટેશનની બાજુમાં ભનોર ગામ, તા.મનીયાહુ, જિ.જૌનપુર, ઉત્તરપ્રદેશ) અને મુન્નૂ જાય સિંહ હાલ રહે.ઉમરગામ રોડ ભીલાડ, તા.ઉમરગામ, જિ.વલસાડ, મૂળ રહે.લખરાવ ભનૌર ગામ, તા.મનીયાહુ, જિ.જૌનપુર, ઉત્તરપ્રદેશ)નાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ ગુન્હામાં પ્રોહી. મુદ્દામાલ ભરાવી આપનારા મહેશ સુબેદારસિંગ ઠાકુર (રહે.ઉમરગામ રોડ, ભીલાડ ગામ) અને કિરણ ધર્મપાલ શેટ્ટી (રહે.દહેલી ગામ, તા.ઉમરગામ, જિ.વલસાડ) તેમજ પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર ફાતિમા જાવેદ પઠાણ (રહે.ખોલવડ, કામરેજ, સુરત, તથા પ્રોહી. મુદ્દામાલ સહીત ટ્રક લેવા માટે આવનાર ફાતિમા જાવેદ પઠાણનો માંસ જેનું નામ સરનામું જાણવા મળેલ નથી આમ, પોલીસે એક મહિલા સહીત ચાર લોકોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News