Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરનાર ગેંગને નવસારી LCB પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

  • January 27, 2023 

મધ્યપ્રદેશની સિયા ગેંગ નવસારી જિલ્લામાંથી પસાર થઈ હોવાની માહિતી નવસારી LCBને મળતા ગણેશ સિસોદ્રા પાસે વોચ ગોઠવી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોનાં અલગ અલગ વિસ્તારો જેવા કે મોલ, પેટ્રોલ પંપ, સોના ચાંદીની દુકાનમાં પ્રવેશ કરીને સંચાલકને વાતોમાં ભોળવીને સોના-ચાંદી તફવડાવતી ગેંગનાં સભ્યોને ઝડપી પાડવામાં નવસારી LCBને સફળતા મળી છે. મહારાષ્ટ્ર અને સુરેન્દ્રનગરમાં સહિત અનેક જિલ્લામાં હાથફેરો કર્યા બાદ છેતરપિંડી કરવા જતી વેળા નવસારી LCBને ગણેશ સિસોદ્રા પાસેથી પસાર થતા હોવાની માહિતી ખાનગી રાહે બાતમી મળતા તમામની ધરપકડ કરવામાં આવી છે.




જોકે આરોપીઓ પાસેથી 60 હજારનાં દાગીના, 1 લાખનાં મોબાઈલ મળી કુલ રૂપિયા 5.44 લાખનો મુદ્દામાલ કર્યો કબજે કરવામાં આવ્યો હતો. સિયા ગેંગના ચીટર સભ્યો વાતોમાં ભોળવીને રોકડ કે દાગીના તફડાવામાં માહિર છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મોટા મોલ, પેટ્રોલ પંપ, જ્વેલર્સ જેવી જગ્યાઓએ દુકાનદાર કે સંચાલકોને વાતોમાં નાંખી, તેમની નજર ચૂકવી સોના ચાંદીના દાગીના અથવા રોકડ તફડાવીને રફુચક્કર થતી મધ્યપ્રદેશની સીયા ગેંગના 6 સભ્યો નવસારી LCBનાં હાથે લાગ્યા છે.




આમ, સીયા ગેંગના આ 6 સભ્યો સુરેન્દ્રનગરની એક જ્વેલર્સમાં સોનીને વાતમાં અટવાવી, તેની નજર ચૂકવી રૂપિયા 60,000/-નાં સોનાના પેન્ડલ, સોનાના તાર અને ચાંદીના તાવીજ તફડાવી ભાગ્યા હતા. જેમાં પાંચ લોકો ભાડે કરેલી સફેદ રંગની કારમાં અને એક મહારાષ્ટ્રથી ચોરેલી બાઈક ઉપર હતો. જેની બાતમી નવસારી LCB પોલીસને મળતા નેશનલ હાઇવે નંબર-48 પર નવસારીના ગણેશ સિસોદ્રા ગામના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી, બાતમીવાળી બાઈક અને કારને અટકાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.




પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે સુરેન્દ્રનગરથી સોના ચાંદીના દાગીના તફડાવ્યા હોવાની કબુલાત કરી હતી. જ્યારે પકડાયેલી બાઈક ગત નવેમ્બર-2022માં મહારાષ્ટ્રનાં કાપુરબાવડી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી હતી. જેથી પોલીસે તમામની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યા છે. સાથે જ સુરેન્દ્રનગર અને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.




પોલીસે ચોરીનાં ગેંગનાં પકડી પાડેલ 6 આરોપીઓનાં નામ...


1.સાહિલ નારાયણ ડુડવે (રહે.નકટી રાની ગામ, બીડવાની, મધ્યપ્રદેશ),

2.તાલીબહુસેન મોહમ્મદહુસેન સીયા (રહે.સેંધવા ગામ, બડવાની, મધ્યપ્રદેશ),

3.મહમદહુસેન ઝાકીરહુસેન સીયા (રહે.સેંધવા ગામ, બડવાની, મધ્યપ્રદેશ),

4.અદલઅબ્બાસ ગુલામઅલી સીયા (રહે.સીયા મસ્જિદ, અમન કોલોની, ભોપાલ, મધ્યપ્રદેશ),

5.જુબેર સિરાજ અલી (રહે.પરલીવૈજનાથ, શિવાજીનગર ઝુપડપટ્ટી, પરલી, બીડ, મહારાષ્ટ્ર) અને

6.ઓમપ્રકાશ મુકેશ કુશવાહા (રહે.સેન્ડવા ગામ, બડવાની, મધ્યપ્રદેશ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application