નાણાંમંત્રીશ્રીએ દાંડી બીચ ખાતે થી વિકાસ પદયાત્રાને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જુદી-જુદી થીમ અન્વયે “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજયના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઇની ઉપસ્થિતિમાં જલાલપોર તાલુકાના ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે “વિકાસ સપ્તાહ”કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાણાંમંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે.
વિકાસ યાત્રામાં મહિલાઓ, ખેડૂતો અને આદિમ જૂથ સહિતના નાગરિકો, ગરીબો-વંચિતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી સૌના સહિયારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા,સેવાસેતુ જેવા અનેક વિકાસલક્ષી પ્રયાસો થકી ગુજરાતને સમગ્ર ભારતના મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઉત્તમ આયોજનને પગલે સૌર ઊર્જા ક્ષેત્રે તેમજ ‘કેચ ધ રેઇન’ પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણીના સંચયની કામગીરી માટે પણ રાજ્યસરકાર દ્વારા ઝડપભેર પ્રયાસો કરાઇ રહ્યા છે. “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અવસરે નાણાંમંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ દાંડી બીચ ખાતે થી “વિકાસ પદયાત્રા”ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા દાંડી પ્રાર્થના હોલ ખાતે પહોંચી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મંત્રીશ્રીએ સૂતરની આટી પહેરાવી હતી. પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ બેનરો સાથે તેમજ દાંડીના ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500