Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : સિમેન્ટનાં પોલ સાથે બાઈક અથડાતાં યુવકનું મોત

  • April 25, 2022 

નવસારીનાં ઘેલખડી ખાતે રહેતા યુવકનું કૃષ્ણપુરમાં ઘર હોવાથી ત્યાં ઘરે મોપેડ લઈને ગયો હતો. ત્યારબાદ રાત્રીનાં 11.00 વાગ્યાનાં સુમારે ઘરે પરત આવતાં સમયે કૃષ્ણપુર ખાતે કણીયેટ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પાસે સાઈડમાં આવેલ સિમેન્ટના પોલ સાથે અથડાઈ જતા માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજા થતાં યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. નવસારીનાં ઘેલખડી ખાતે ભીમાજી કોમ્પલેક્ષ ખાતે રહેતી વીણાબેન ઈશ્વરભાઈ ટંડેલએ જલાલપોર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમનો પુત્ર રાકેશ (ઉ.વ.22) કૃષ્ણપુર ખાતે તેની મોપેડ નંબર GJ/21/BQ/7237 લઈને કોઈ કામ માટે ગયો હતો અને તે રાત્રીનાં સમયે 11 વાગ્યાનાં સુમારે મોપેડ લઈ પરત ઘરે આવતો હતો. 


તે દરમિયાન કૃષ્ણપુર ગામની સીમમાં કણીયેટ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પાસે આવેલ અમિતભાઇના ઘર પાસે સાઈડમાં આવેલ સિમેન્ટના પોલ સાથે મોપેડ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અથડાવી દીધી હતી જેથી રાકેશને માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application