Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

272 દારૂની બોટલ સાથે બે મહિલાઓ ઝડપાઈ

  • January 20, 2021 

નવસારીના નેશનલ હાઈવે નંબર-48 પરથી બોરિયાચ ટોલનાકા નજીક દમણથી નવસારી દારૂ લઈને આવતી બે મહિલાઓને ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી હતી.

 

 

મળતી માહિતી અનુસાર પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે મહિલાઓ દમણથી દારૂ લઈને ખાનગી વાહનમાં નીકળ્યા છે અને બોરિયાચ ટોલનાકા પાસે ઉતારનાર છે. ત્યારબાદ આ મુજબની બે મહિલાઓ કોઈક ખાનગી વાહનમાંથી ઉતરી ટોલનાકા પાસે ઉભી હતી. આ સમયે તેમને રોકી તપાસ કરતા બે મહિલાઓ રેહાના અઝીઝ મુન્સી(ઉ.વ.60, રહે.કાગદીવાડ,નવસારી) તથા લક્ષ્મી નેમા ટંડેલ(ઉ.વ.50, રહે.કૃષ્ણપુર,જલાલપોર) પાસેથી બગલ થેલામાં રાખેલી દારૂની 272 બોટલો મળી આવી જેની કીંમત રૂપિયા 28,440/- હતી. જે બાદ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલી બંને મહિલાઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application