ચીખલી વિસ્તાર માંથી પંચકુટી જલાઉ લાકડાનો જથ્થો ભરી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જવા માટે ટેમ્પો ડ્રાઇવર ટેમ્પો લઈ ગત મંગળવારના રોજ રવાના થયો હતો. તે દરમિયાન મહુવા તાલુકાના સરવલ્લા ગામ દૂધ મંડળી સામે ફોરેસ્ટના બીટ ગાર્ડ તરુણભાઈ ઠાકોરભાઈ નેતાએ ટેમ્પો અટકાવી જરૂરી દસ્તાવેજ માંગતા જરૂરી લખાણનો દાખલો નહિ આપતા બીટગાર્ડ ટેમ્પો ડ્રાઇવરના ફોન પર ટેમ્પો માલિક સાથે ફોન પર વાત કરી કાયદેસરની કાર્યવાહી નહિ કરવા માટે 10 હજારની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે 5 હજારમાં પતાવત થઈ હતી.
ત્યારબાદ બીટ ગાર્ડ માલિકના મોબાઈલ ફોન કરી રૂપિયા અંગે વાત કરતા ગુરુવારે રેન્જ ઓફિસમાં એક વ્યક્તિને રૂપિયા આપવાનું જણાવ્યું હતું ફરિયાદીએ એસીબીને લાંચ અંગે ફરિયાદ કરતા એસીબી છટકું ગોઠવ્યું હતું અને ગુરુવારે ફરિયાદી મહુવા રેન્જ ઓફિસમાં પહોંચી બીટગાર્ડને લાંચની રૂપિયા આપવા જતા બીટગાર્ડએ ઓફિસના ખાનગી વ્યકિત એવા કોમ્પ્યુટર ઓપરેટર દર્શનકુમાર કનુભાઈ ચૌધરીને લાંચની 5 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું જે રૂપિયા ફરિયાદી પાસેથી કોમ્પ્યુટર ઓપરેટરે સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. આમ, નવસારી એસીબી પોલીસ ઇન્સ્પેક્ટરએ ફોરેસ્ટ બીટ ગાર્ડ વતી લાંચ સ્વીકારનાર કોમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પોલિસે કોમ્પ્યુટર ઓપરેટરની અટકાયત કરી હતી તેમજ એસીબી ટ્રેપીંગની જાણ થતાં ફોરેસ્ટ બીટગાર્ડ નાસી છૂટ્યો હતો સમગ્ર ટ્રેપીંગનું સુપર વિઝન મદદનીશ નિયામક એસીબી સુરત એકમ કરતા હોવાનું જાણવા મળ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application