Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Navsari : એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર

  • September 01, 2021 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોળાઆંબા ગામના ટાંકા ફળીયામાં ગત મોડી રાત્રે એકજ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી હોવાની જાણ સ્થાનિક પોલીસને થતા ઘટના સ્થળ પર દોડી આવી તપાસ શરુ કરી હતી. ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

 

 

 

 

આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા હતા.

મળતી માહિતી અનુસાર,એક વર્ષ પહેલાં ૩૧ વર્ષીય યોગેશભાઈ જતરભાઈ ઘાંટાળાને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થઇ ગયેલા યોગેશભાઈએ એક ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો હતો. જુવાન દીકરાને આમ ઝાડ પર લટકતો જોઇને ભાંગી પડેલા માતા પિતાએ પણ જીવવનો અંત લાવી દીધો હતો. પુત્ર કલાકો સુધી ન મળતાં મૃતક યુવાનની બહેને શોધખોળ  આદરી હતી. એ દરમિયાન આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા જોઇને બહેનના પગ નીચેથી જાણે જમીન સરકી પડી હતી. 

 

 

 

 

 

મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

સ્થાનિકો અનુસાર કોરોનાની સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. ગત રાત્રીએ ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ યોગેશે જીવનલીલા સંકેલી લીધી હતી.કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને પિતા જતરભાઈ ગોપાળભાઈ અને માતા મનકીબેન જતરભાઈ આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application