નવસારી ટાઉનમાં કાગદિવાડમાંથી એક મહિલા અને બે બૂટલેગરને દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા. તેમજ એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કાગદીવાડ વિસ્તારમાં નેહરુ નગરમાં રહેણાંક મકાનમાં દારૂ વેચાતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળતા સ્થળ પર જઈ રેડ કરતા સ્થળ ઉપરથી રહીમ રજાક શેખ, શાંતા હળપતિ અને કનૈયાલાલ ઠાકોર મળી કુલ 3 આરોપીને દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂ પહોંચાડનાર સીમા નામની મહિલા બૂટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.
આમ, પોલીસની રેડમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ 693 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 76,600/-નો દારૂ તેમજ રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 90,600/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે આ સમગ્ર કેસ જલાલપુર પોલીસમાં દાખલ કરીને P.I.ને તપાસ સોંપવામાં આવી છે જેમાં ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500