બીલીમોરા પંથકના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની યુવતી ગામમાં જ રહેતા એક યુવક સાથે આંખો મળી ગઈ હતી અને બંને એકબીજાના પ્રેમમાં ગળાડુબ બન્યા હતા. જોકે બંનેના પ્રેમ સંબંધ અંગે તેમના પરિવારને જાણ થઇ ગઇ હતી. પરંતુ પણ લગ્ન માટે બંનેના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. જેથી યુવતી અને પ્રેમી યુવક ભાગી ગયા હતા. જયારે સવારે યુવતી તેના ઘરમાં જોવા ન મળતા પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ કોઈ પત્તો નહીં મળતા તેના પ્રેમીના ઘરે તપાસ કરતા તે પણ ઘરે હાજર ન હતો. જેથી પ્રેમી પંખીડા ભાગી ગયા હોવાનું સ્પષ્ટ થતાં ગામમાં આબરૂ જવાના અને બદનામી થવાના કારણે યુવતીની 56 વર્ષની માતાએ ટેન્શનમાં આવી પોતાના ઘરે ખેતરમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે બીલીમોરા પોલીસમાં તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application