નવસારી જિલ્લામાં આકર્ષણનાં કેન્દ્રની સાથે ગરમીથી મુક્તિ મેળવવા માટે બેસ્ટ વિઝિટિંગ પ્લેસ બનેલા દાંડી દરિયા કિનારામાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે છેલ્લા લાંબા સમયથી દરિયામાં ઉંડે જતા સહેલાણીઓને દરિયો ભરખી રહ્યો હોય તેમ ફરીવાર શહેરના કબીલપોર વિસ્તારનો એક યુવક ઊંડા પાણીમાં ગયા બાદ ડૂબી જતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવની વિગત એવી છે કે, કબીલપોર બજારના 45 ગાળા ખાતે રહેતો લાલુ અરવિંદ રાઠોડ પરિવારના બહેન બનેવી સાથે દાંડી દરિયા કિનારે ફરવા માટે ગયો હતો. ત્યારે ગરમીમાં પાણીમાં છબછબીયા કરવા માટે દરિયામાં ઉતર્યા બાદ ઉંડાણમાં જતા યુવાનને મોત મળ્યું હતું. યુવાનને દરિયામાં ડૂબતો જોઈ સ્થાનિક તરવૈયાઓએ તેને દરિયામાંથી બહાર કાઢ્યો હતો.
જોકે યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ડોકટરે એને મૃત જાહેર કર્યો હતો. કબીલપોર બજારના 45 ગાળા ખાતે રહેતા લાલુ અરવિંદ રાઠોડનું દરિયાના પાણીમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500