નવસારીમાં રહેતી અને મૂળ મેરઠની PHD થયેલ પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેનાં લગ્ન સન 2003માં મેરઠ ખાતે રહેતા પુષ્પેન્દ્ર રાજપાલસિંહ સાથે થયા હતા. જોકે લગ્ન પહેલા 1 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના કરિયાવરમાં આપ્યા હતા. જયારે પુષ્પેન્દ્રને દારૂ પીવાની ટેવ હોય રાત્રીનાં સમયે દારૂ પી ને પત્નીને માર મારતો હતો અને તારા પિતાએ આપેલ કારમાં અમારા પરિવારના સભ્યો આવતા નથી. બીજી કાર માટે પૈસા લઈ આવે તેમ પણ જણાવી હેરાન કરતો હતો તેમજ એક વર્ષના લગ્ન જીવન બાદ એક પુત્રનો જન્મ થયો.
જોકે પતિ સુધરી જશે તેમ આશાવાદ રાખી પરિણીતાએ સહન કર્યું હતું, પણ પતિની પરેશાની સહન ન થતા તેણીએ અભ્યાસ કર્યા બાદ નવસારીમાં નોકરી શોધી લીધી હતી અને પતિ મેરઠથી આવી પૈસા લઈ જતો રહેતો હતો. સન-2012માં દારૂડિયા પતિને પણ તેણીએ તેની સાથે જ નવસારીમાં સરકારી નોકરીમાં લગાવ્યો હતો, પણ 5 માસમાં આ સ્થળે દારૂ પીવાનો મળતો ન હોય તેઓ મેરઠ ખાતે ટ્રાન્સફર કરાવી હતી.
ત્યારબાદ પતિએ કોલેજ બનાવવા માટે પત્ની પાસે 10 લાખની માંગ કરી. આ જમીન તેને પૈસા આપનાર સસરાના નામે કરવા જણાવ્યું હતું. જમીન ખરીદ્યા બાદ તેના નાના ભાઈના નામે પુષ્પેન્દ્રએ જમીન કરી દીધી હતી. વર્ષ 2016માં પત્નીને પતિએ નોકરી છોડી અને ફ્લેટ વેચીને મેરઠ આવવાનું જણાવ્યું હતું. તેણી ન આવતા દિલ્હી ખાતે રહેતા પુષ્પેન્દ્રના મિત્ર મારફતે નોકરી બાબતે ખોટી અરજીઓ પણ નોકરીના સ્થળે મોકલાવી હતી. બીજી વાર તેના મિત્રને નવસારી તેણીના ઘરે આવીને મેરઠ તેના પતિએ બોલાવ્યા હોય તે પ્રમાણે જ કરવાનું જણાવ્યું હતું. તેમ ન કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલા પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500