બીલીમોરાના વાઘરેચ ગામે રહેતા અને આઈટીઆઈમાં વોચમેનની નોકરી કરતાં આધેડે કોઈ કારણસર ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના વાઘરેચના માહ્યાવંશી મહોલ્લામાં રહેતા હિતેશભાઇ દલપતભાઇ બારોટ (ઉ.વ.54) આઈટીઆઇમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે ગત તા.14મી ડિસેમ્બરે તેમના પુત્ર અને પુત્રી કામકાજ અર્થે બહાર ગયા હતા. જ્યારે બપોરના સમયે ઘરનો સામાન લાવવાનો હોય હિતેશભાઈ તેમની પત્નીને બજારમાં મુકવા ગયા હતા. તેમને મુકીને તેઓ ઘરે પરત આવ્યાં હતા તે સમયે ઘરે કોઈ હાજર નહીં હોય હિતેશભાઈએ ઘરે આવી કોઈ અગમ્ય કારણસર ઘરમાં છતના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.ત્યારબાદ તેમના પત્ની બજારમાંથી પરત આવ્યા હતા અને દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો નહીં ખોલતા તેમણે બારીમાંથી જોયું તો તેમના પગતળેથી જમીન સરકી ગઈ હતી. હિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા. તેમણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને તુરંત હિતેશભાઈને નીચે ઉતારી મેંગુષી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે હિતેશભાઈ બારોટએ કેમ આવું અવિચારી પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હતું. ઘટના અંગે મૃતકના મોટાભાઈ હર્ષદભાઇ બારોટે બીલીમોરા પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application