નવસારીનાં બીલીમોરા નજીકના અમલસાડ રેલવે સ્ટેશનના યાર્ડમાંથી પસાર થતી અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન સામે એક 55 વર્ષની આધેડ વયની અજાણી મહિલાએ પડતું મૂકી મોત વ્હાલું કર્યું હતું. જોકે ટ્રેનની ટકકરે તેનું શરીર ક્ષતવીક્ષિત થઈ ગયું હતું. બીલીમોરા રેલવે પોલીસે અકસ્માત મોત નોંધ કરી મૃતકના સંબંધીઓની શોધખોળ હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેન જ્યારે અમલસાડ રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ જઈ રહી હતી. તે સમયે અમલસાડ રેલવે યાર્ડ પાસે એક અજાણી 55 વર્ષની મહિલા ટ્રેન સામે આવી જઈને આત્મહત્યા કરી લીધી હતી.જોકે ટ્રેનની જોરદાર ટક્કરના કારણે તેનું શરીર ક્ષતવીક્ષિત હાલતમાં થઈ ગયું હતું જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ અજાણી મહિલાના કોઈ વાલી વારસો મળી આવ્યા ન હતા. આ અજાણી મૃતક મહિલા મજબુત બાંધાની આ મહિલા રંગે ઘઉંવર્ણ, ઉચાઈ 5 ફૂટ 4 ઈંચ છે. જેને શરીરે બદામી બ્લાઉઝ થતા કાળી સફેદ લાલ કલરની બોર્ડર વળી ફૂલ ડિઝાઇનની સાડી સાથે પોપટી રંગનો ચણિયો પહેર્યો છે. બીલીમોરા રેલવે આઉટ પોસ્ટ પોલીસે આ ઘટના બાબતે અકસ્માત મોત નોંધ કરી મૃતકના સ્વજનોની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે કોઈ જાણકારી મળે તો રેલવે પોલીસના એએસઆઈનો સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application