Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના સતાળિયા ગામના એસ.ટી. બસ ચાલકનું બસ નીચે આવી જતાં મોત

  • December 15, 2021 

નવસારી જિલ્લાના બીલીમોરા બસ સ્ટેશન નોકરી કરતા શશીકાંત પટેલ (ઉ.વ.36) જે ચીખલી તાલુકાના સતાળિયા ગામથી બીલીમોરા રૂટ પર ફરજ બજાવતા હતા જે અંતર્ગત સતાળિયા ગામે કંડકટર અને બસચાલક શશીકાંત પટેલ રાત્રી રોકાણ કરતા હતા અને વહેલી સવારે ઊઠીને તેઓ બીલીમોરા તરફ રવાના થતા હતા. તે દરમિયાન ગતરોજ રૂટીન મુજબ વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને બસ ચાલક શશીકાંત પટેલ ઢાળ પર પાર્ક કરેલી પોતાની બસનો કાચ ધુમ્મસના કારણે ઝાંખો થયો હોવાથી સાફ કરી રહ્યા હતા.તે સમયે એકાએક બસ ઢાળ પરથી નીચે સરકવા લાગતા બસ ચાલક કંઈક સમજે તે પહેલા ઉતાવળમાં બસ નીચે કૂદી પડયા હતા અને તે બસના તોતિગ ટાયર તેમના ઉપર ફરી વળતાં તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે બસ ઉપર તેમણે ફરજ બજાવી એ જ બસ નીચે આવી જતા તેમનું કરૂણ મોત થતાં બીલીમોરા એસ.ટી ડેપોનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો અને ઉંડા આઘાતમાં ગરકાવ થયો હતો. ઘટના અંગે કંડકર બિપિન પટેલએ અકસ્માતને લઈને ફરિયાદ આપી ચીખલી પોલીસ અકસ્માતની તપાસ કરી રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application