નવસારી જિલ્લા પોલીસની પીસીઆર વાન બપોરે વિરાવળ ગામેથી પૂર્ણા નદી પુલ પરથી પસાર થતી હતી તે સમયે એક યુવકે પૂર્ણા નદીમાં મોતની છલાંગ મારી હતી. જેને લઈ પોલીસ કર્મીઓએ તેની પાછળ જઈને યુવકને ઊડા પાણીમાં ગરક થાય તે પહેલાં જ કિનારે પડતા તેને બચાવીને પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે, યુવક કરિયાણાનો વેપાર કરે છે અને તેમની પત્ની તેને અને તેના માતા-પિતાને માનસિક ત્રાસ આપે છે જેથી કંટાળીને યુવકે અંતે આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો હતો જોકે પોલીસે આ યુવકની પત્નીને બોલાવી બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જયારે આ યુવકને બચાવનાર પીસીઆર વાનના પોલીસકર્મીઓને લોકોએ અભિનંદન આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application