નવસારીનાં ઉન ગામે આવેલ ફાર્મ હાઉસ બે માસ અગાઉ બે દિવસ બંધ હોય તેનો લાભ લઇ તસ્કરોએ જનરેટર અને વાયરની ચોરી કરી હતી. જોકે આ જનરેટર કણબાડ ગામે એક યુવકના ઘરે સંતાડીને રાખ્યું હોય જેની બાતમી પોલીસને મળતા પોલીસે યુવકનાં ઘરેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, નવસારી પોલીસ અધિક્ષકએ જિલ્લામાં વાહન અને ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબંધી ગુના શોધી કાઢવા ગ્રામ્ય પી.આઇ.ને સૂચના આપી હતી.
જેથી પોલીસે ચોરીની તપાસ કરતા હતા ત્યારે ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, બે માસ પહેલા ઉન ગામમાં આવેલ ફાર્મ હાઉસમાં જનરેટર તથા વાયરની ચોરી કરનાર સંજયભાઇ હળપતિ (રહે. કણબાડ, નવસારી) નાએ મુદ્દામાલ પોતાના ઘરે સંતાડી રાખ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી સંજય હળપતિની અટક કરી તેના ઘરેથી જનરેટર, તાર અને બાઇક મળી કુલ રૂપિયા 47,500/-નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી મુનસાડ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500