નવસારીનાં ખેરગામ તાલુકાનાં આછવણી ગામે રહેતો પરીવાર દિવાળીનાં તહેવારે મામાને ત્યાં જવા એક્ટિવા મોપેડ ઉપર ઘોલાર ગામેથી પસાર થતા હતા. તે સમયે ડુંગરી ફળિયા સર્વિસ સ્ટેશન પાસે ટાટા એસીટી ગોલ્ડ ટેમ્પા સાથે અકસ્માત થતા એક્ટિવા ઉપર સવાર માતા-પિતા અને પુત્ર પૈકી એક વર્ષનાં પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ખેરગામ તાલુકાનાં આછવણી કોલ ફળિયામાં રહેતા હિતેશભાઈ જગદીશભાઇ પટેલ (ઉ.વ.26) હાલ દિવાળીનો તહેવાર હોય પત્ની ટીંકલબેન પટેલ અને એક વર્ષીય પુત્ર આરવ સાથે રાનવેરીખુરદ મામાને ત્યાં દિવાળી કરવા માટે પોતાની એક્ટિવા નંબર GJ/21/BP/4409 લઈને નીકળ્યા હતા.
તે દરમિયાન ધોલાર ડુંગરી ફળિયા સર્વિસ સ્ટેશન પાસે રાનકુવા જતા જાહેર રોડ પર સામેથી આવી રહેલ ટેમ્પોના ચાલકે પૂરઝડપે હંકારી લાવી એક્ટિવાને અડફેટે લેતા હિતેશ પટેલને જમણા હાથનાં ખભાનાં ભાગે ઇજાઓ પહોંચી હતી અને પત્ની ટીંકલબેનને જમણા હાથના બાવડા ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે એક વર્ષીય પુત્ર આરવને માથામાં મૂઢમાર તથા ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે આ અકસ્માત કરી ટેમ્પો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application