નવસારી એલસીબી પોલીસ સ્ટાફના માણસો વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વાંસદાથી ખડકાળા જતા રોડ પર મહિન્દ્રા મેક્સિ ટ્રક બોલેરો ગાડીમાં પુઠાના બોક્સમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી વિસ્કીની 2160 બોટલો સાથે એક ઈસમની અટક કરવામાં આવી હતી. બુટલેગરોને દારૂની હેરફેરી માટે હાઇવે જોખમી બનતા તેમને નવસારી જિલ્લાના તાલુકામાં આવેલા આંતરિક માર્ગો પરથી દારૂની હેરાફેરી શરૂ કરી છે. જેથી નવસારી એલસીબીની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગમાં નીકળી હતી.તે સમયે વાંસદા-ખડકાળા રોડ પર પસાર થઇ રહેલા સુરતના નિતીન કાપડિયા નામના ઈસમે પોતાની મહિન્દ્રા મેક્સિ બોલેરો ટ્રકમાં 45 પુંઠાના બોક્સમાં ભારતીય બનાવટની 2160 જેટલી બોટલ સુરત ખાતે પહોંચાડવા લઈ જતા હતા. જે બાતમી મળતાં પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની 2160 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 2.70 હતી. જોકે પોલીસે પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો કોણે ભરાવી આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તો મનોજ નામના ઈસમે નાસિકથી આ જથ્થો ભરી આપી સંતોષ પાટીલના કહેવા પ્રમાણે કડોદરા સુરત ખાતે આ જથ્થો પહોચાડવાનું હતું. આમ, એલ સી બી પોલીસે વાંસદા પોલીસ મથકમાં આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી અને સાથે જ નિતીન અશોકભાઈ કાપડિયાની ધરપકડ કરી 2 ઈસમો સંતોષ પાટીલ અને મનોજને વોન્ટેડ જાહેર કરી કુલ 6,73,250/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application