નવસારી પોલીસે દમણથી સુરત જતા એક ટેમ્પો માંથી ભાતના પૂળાની વચ્ચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર 2 ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવની વિગત એવી છે કે, નવસારી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ અધિક્ષકે નવસારી એલસીબી પીઆઈને સૂચના આપી આપી હતી. જે અન્વયે પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈને મળેલ બાતમીને આધારે, નવસારી નેશનલ હાઈવે નંબર-48 બોરીચાય ટોલનાકાની ઉત્તરે મુંબઇથી સુરત તરફ જતા રોડ પર ટેમ્પો નંબર જીજે/06/એઝેડ/1250માં તપાસ કરતા ભાતના પૂળામાં સંતાડેલ વિદેશી દારૂની 3708 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 4.94 લાખ હતી. જોકે, પોલીસે ટેમ્પો ચાલક ગંગાપ્રસાદ કહાર (રહે. અમૃતનગર સોસાયટી,કડોદરા)ને ઝડપી પાડ્યો હતો અને પોલીસે દારૂ મંગાવનાર સુરતના સોનુ અને નાનાભાઇ નામના બે યુવકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application