નવસારી ગણેશ સિસોદ્રા પાસે સુરત તરફ જતા પીકઅપમાં ખાખી પૂંઠાની આડમાં લઈ જવાતો 2.54 લાખનો વિદેશી દારૂ સાથે સુરત રેજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઈવ ટીમે ઝડપી એકની ધરપકડક કરી હતી. જયારે પીકઅપમાં ડુપ્લીકેટ બિલ્ટી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતા હતા અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં રેજ આઈજીના પ્રોહિબિશન ડ્રાઈવ ટીમ સાથે પ્રોહિબિશનના ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, દમણ તરફથી વિદેશી દારૂ ભરી પીકઅપ ટેમ્પો નંબર GJ/15/AT/8682 પૂંઠાનાં બોક્ષમાં સમાન ભરી નવસારીથી પસાર થનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસે ગણેશ સિસોદ્રા પાસેથી પસાર થયો ત્યારે ઓવર બ્રિજ પાસે તેને અટકાવી તપાસ કરતા સામાન હોવાના બિલ બતાવ્યા હતા પણ બોક્સમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવતા ચાલકની ધરપકડ કરી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ પૂછતા તેણે પોતાનું નામ તરુણ પટેલ (રહે.સોનવાડા,પારડી) જણાવ્યું હતું.
આમ, પોલીસે પીકઅપ માંથી વિદેશી દારૂની કુલ નંગ 1932 બાટલો મળી આવીએ હતી જેની કિંમત રૂપિયા 2.54 લાખનો માળ કબ્જે કર્યો હતો, જયારે વિદેશી દારૂ મોકલનાર મયંક પટેલ (રહે.ઉમરસાડી,પારડી) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500