નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી સુરત તરફ જઈ રહેલા એક ટેમ્પા માંથી 5 લાખના દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે એકની ધરપકડ કરી હતી. જયારે દમણથી સુરતનાં હાઈવે ટ્રેક ઉપર લાખોનો દારૂ ઝડપાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર બોરીયાચ ટોલનાકા ઉપર રૂપિયા 5,25,500/-ની કિંમતનાં દારૂ સાથે એક આઈસર ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાજદીપ ઝાલાના નિર્દેશ અનુસાર એલસીબીની ટીમને બોરીયાચ ટોલનાકા પાસેથી દારૂનો જથ્થો વહન થવાનો હોવાની બાતમી મળતા પોલીસ બાતમી વાળી જગ્યા પર વોચમાં ગોઠવાઈ ગયો હતો. ત્યારે એક આઈસર ટેમ્પો નંબર એમએચ/04/ઈએલ/3105 આવ્યો હતો જેમાં 130 પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસ્કી તથા ટીન બિયર તેમજ વોડકાની બોટલ નંગ 4476 જેની કિંમત રૂપિયા 5,25,500/- હતી.
આમ, દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે ચાલક રફીક અહેમદ ખાનની ધરપકડ કરવામાં આવી હતી જેની સાથે જ સુનિલ અને અન્ય એક ઈસમ કે જેનું નામઠામ પોલીસને ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જોકે પોલીસે દારૂ અને આઇસર મળી કુલ રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસમાં કેસ દાખલ કરીને તપાસ સોંપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500