નવસારી જિલ્લાનાં પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડાની દહેશત દિન-પ્રતીદિન વધી રહી છે જેથી ખેતમજૂરો અને ગામવાસીઓ સતત ભય સાથે જીવી રહ્યા છે. ત્યારે વાંસદા તાલુકાના ચરવી ગામે એક બાળક પર ઘાતકી હુમલો થયાનો કિસ્સો સામે આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉનાઈના ચરવી ખાતે નિશાળ ફળિયામાં ઘર નજીક રમી રહેલા બાળક પર દીપડાએ કર્યો હુમલો કર્યો હતો. બાળકને માથામાં ઈજા થતા વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.જયારે આ બનાવની જાણ થતા વાંસદા વનવિભાગની ટીમ પણ સ્થળ પર હાજર થઈ હતી અને પાંજરૂ ગોઠવી દીપડાને પકડી પાડવા કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં રાત્રીને સમયે દીપડાઓ કૂતરા કે મરઘાં અને બકરાનો શિકાર કરી જાય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ખેતરાળીમાં દેખાતા દીપડાને કારણે ખેડૂતો ખેતીમાં કામ અર્થે જતા ડર અનુભવી રહ્યા છે. આ મામલે વનવિભાગે હાલ તો પાંજરું મૂક્યું છે પણ જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોનોમાં ભયનો માહોલ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application