નવસારી જિલ્લાના નાસતા ફરતા, પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તથા જેલ ફરારી થયેલ આરોપીઓ પકડવા માટે પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે એલસીબી પીઆઈએ સૂચના આપી હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, પારડી પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં નવસારી સબજેલથી કોરોના વાઈરસ અંતર્ગત વચગાળા જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ વચગાળા જામીન પરથી ફરાર આરોપી નરેન્દ્રભાઇ છગનભાઇ પટેલ (રહે.ગોઇમા,પારડી) હાલ પોતાના ઘરે હાજર છે જે બાતમીને આધારે એલસીબીએ તેના ઘરે જઈને તેની અટક કરવામાં સફળતા મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application