Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી તાલુકાના ખેડૂતો સાથે સ્કાય યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્યાય

  • June 02, 2021 

ચીખલી તાલુકાના રાનકુવા, ફડવેલ અને ટાંકલ ફીડરના ખેડૂતો સાથે સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત રાનકુવામાં ધારાસભ્ય અનંત પટેલ બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોએ છેલ્લા બે વર્ષ થવા છતાં સોલાર ઉર્જામાંથી વીજ ઉત્પાદન થવા પામ્યું નથી અને ખેડૂતોએ ભરેલા પૈસા તો પાછા આવ્યા નથી. પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા વીજ બિલો આપવામાં આવ્યા હતા. આ યોજનામાં કેન્દ્ર સરકાર ૩૦ ટકા અને રાજ્ય સરકાર ૩૦ ટકા સબસીડી ચુકવવાની હતી. પરંતુ વર્તમાન સમય સુધી સબસીડી ચૂકવવામાં આવી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી.

 

 

 

 

વધુમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ઘરેલુ કનેક્શન પણ બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

 

 

 

ઉપરોક્ત હકીકત મુજબની રજૂઆત બાદ ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ચીખલી તાલુકાના ખેડૂતો સાથે સ્કાય યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્યાય થવા પામ્યો છે. જે સોલાર સિસ્ટમથી ફાયદો થશે એવું જણાવ્યું હતું. પરંતુ, એજ સોલાર સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મોટા બીલો મોકલવામાં આવ્યા હતા અને વકીલ મારફતે નોટિસ પણ મોકલવામાં આવી હતી. ખેડૂતોને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ છેતર્યા છે જેના વિરોધમાં આવનાર દિવસોમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application