નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સુંદરનગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં રહેલા સૂકા ઘાસમાં ફટાકડાના કારણે આગ લાગી હતી. જેને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર કર્મીઓ સોસાયટીમાં પહોંચીને તાત્કાલિક ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી.
જોકે, ફટાકડાનું તણખલું સૂકા ઘાસ પર પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી તેવી શંકા ફાયર વિભાગે સેવી છે. ત્યારે આ બનાવ અન્ય સોસાયટી અને રહેણાંક મકાનો માટે પણ લાલબત્તી સમાન કહી શકાય. કોઈપણ સોસાયટી કે મહોલ્લામાં ફટાકડા ફોડતી વખતે વાલીઓએ અથવા વડિલોએ બાળકો સાથે રહેવું જરૂરી છે જેથી આવા પ્રકારનો બનાવ ન બને અને બાળકો ફટાકડાથી દાઝે પણ નહી તેમજ તહેવારોમાં આગની ઘટના પણ ન બને. આ ઘટનાને રોકવાને લઈને વહીવટી તંત્રએ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વાર તમામને સુચના સાથે અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application