Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર યુવક સામે ગુનો દાખલ

  • November 29, 2021 

નવસારીનાં ખેરગામમાં રહેતા એક યુવકે ગામની જ એક સગીરાને નામ બદલી પોતાના પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. બનાવની વિગત એવી છે કે, ખેરગામના પટેલ ફળિયામાં વ્હોરા ગલીમાં રહેતા હુસેન મનોવર વોહરાએ ખેરગામની જ એક 14 વર્ષીય સગીરાના ઘરની બાજુમાં આવી ગેરેજ પાસે બોલાવી તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું જણાવ્યું હતું અને યુવકે પોતાનું નામ લાલુ બતાવી હિન્દુ હોવાનું જણાવી સગીરાને વિશ્વાસમાં લીધી હતી. જોકે યુવકનું તેના ઈન્સટાગ્રામ વિધર્મી જ્ઞાતિનો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ નહીં રાખવાનું જણાવ્યું હતું જેથી યુવકે સગીરાને ચાકુ બતાવી પ્રેમસંબંધ નહીં રાખશે તો ચાકુ મારીને તેને તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ, યુવકે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર-2021 દરમિયાન યુવતીના માતા-પિતા તેમની દુકાને હોય તે સમયે યુવતીના ઘરે જઇ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતો હતો. યુવતીના પરિવારને આ બધી જાણ થતાં તેમને સગીરને ફોન આપવાનું બંધ કરી બહાર આવવા જવા પર પાબંદી લગાવી દીધી હતી.પરંતુ ગત તા.20મી નવેમ્બરે હુસેન વોહરા સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન તેના મિત્રો સાથે રોડ પર આવી ચાકુ લઇને યુવતીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં યુવતી તથા તેની મમ્મી હાજર હોય તેઓને ચાકુ બતાવી જણાવેલું કે મમતા મારી જ છે અને મારી સાથે રહેશે અને લગ્ન પણ કરશે અને નહીં કરશે તો તેને તથા ઘરનાને ચાકુ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સગીરાના પિતાએ આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application