Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં કુકેરી ગામે બાઈક અડફેટે યુવકનું મોત

  • November 27, 2021 

ચીખલી તાલુકાનાં કુકેરી ગામે રોડ ઉપરથી પગપાળા પસાર થઈ રહેલ સ્થાનિક યુવકને બાઇક ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિઆન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલીનાં કુકેરી ગામે માં કૃપા પેટ્રોલપંપની નજીક વાંસદા-ચીખલી રોડ ઉપર રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સમયે દિલીપ મોહનભાઇ ઢોડિયાપટેલ (ઉ.વ.29, રહે.ટોરવણ,ખરવાસા ફળીયા,ચીખલી) જે રસ્તે ચાલતા-ચાલતા જતા હતા.તે દરમિયાન એક બુલેટ બાઈક નંબર જીજે/21/બીક્યુ/0443નાં ચાલકે પોતાના કબ્જાનું બુલેટ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તા ઉપર ચાલી રહેલા દિલીપ પટેલને અડફેટે લઈ રોડ ઉપર પાડી દઇ માથાના ભાગે તથા ડાબા પગમાં ગંભીર ઇજા પહોંચાડતા 108ની મદદથી ચીખલી રેફરલ હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ મરનારના કાકા મહેશ નટુભાઇ ઢોડિયાપટેલએ આપતા બનાવની વધુ પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application