Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરસાદી પાણીનાં નિકાલ માટેની ખાડીમા ઈનોવા કાર ડૂબી જતાં કાર ચાલકનું મોત

  • August 17, 2022 

નવસારીનાં આદર્શનગર સોસાયટીમાં આવેલ ભૂત ફળીયા નજીક વરસાદી પાણીના નિકાલ માટેની ખાડીમા ઈનોવા કાર ડૂબી જતાં કાર ચાલકનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખાડી નજીક રહેતા રાકેશભાઈ રાણા જેઓ સાંજે 8 વાગ્યાની આસપાસ ખાડીમાં કઈ પડ્યું હોય એવો અવાજ સાંભળતા તુરંત ઘરની બહાર આવ્યા અને જોયું તો એક સફેદ કલરની ઇનોવા કાર પાણીમાં ખેંચાઈ રહી હતી.




જોકે રાકેશભાઈએ કાર ચાલકને બહાર નીકળી જવા બૂમ પાડી પણ જોત જોતામાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેથી રાકેશભાઈએ ઘટનાની જાણ 108 ઉપર કરી અને 108નાં ઓપરેટરે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી દેતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને સ્થાનિક પ્રસાશન પણ ઘટના સ્થળે આવી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.




જયારે ફાયર વિભાગનાં જવાનોએ પાણીમાં ડૂબી ગયેલ કારમાંથી કાર ચાલક પ્રકાશભાઈ હળપતિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જેની ઓળખ કરવામાં આવતા ચાલક નવસારીનાં કાલીયાવાડી વિસ્તારનો પ્રકાશ નામનો ઈસમ હોવાનું જાણવા મળ્યું હતું.




જોકે કારને પાણી માંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી તેમજ કાર બહાર કાઢ્યા બાદ કારમાં ચાલક સિવાય કારમાં અન્ય કોઈ ન હોવાની ખાતરી થઈ જતા આખરે ફાયર વિભાગે બચાવ કામગીરી પૂર્ણ કરી હતી. ધટના અંગે પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application