કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. કોરોના મહામારીને નાથવા માટે ભારત સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. ત્યારે ‘‘સાવચેતી એજ સલામતીના‘‘ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા કોવિડ-૧૯ રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્રારા કોરોના સામે લડવા માટે ૧૮થી ૪૪ વર્ષની વયના યુવાનોને રસી આપવાની ઝુંબેશ ૪થી જુનથી શરૂ કરવામાં આવી છે.
જેમા નવસારી તાલુકામાં ૦૪ સ્થળો, જલાલપોર તાલુકામાં ૦૩ સ્થળો, ગણદેવી તાલુકામાં ૦૪ સ્થળો, ચીખલી તાલુકામાં ૦૩ સ્થળો, ખેરગામ તાલુકામાં ૦૨ સ્થળો અને વાંસદા તાલુકામાં ૦૪ સ્થળોએ આ કોવિડ-૧૯ રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવવામાં આવી છે. જેમા આરોગ્ય ટીમ દ્વારા ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોને કોરોના વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં આવી રહયું છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામ દ્રારા તેમના વિસ્તારના ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવેલ તેઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. દેગામ ખાતે એક જ પરિવારના ભાઇ-બહેન કિષ્ના નાયક તથા તપન નાયકે વેકિસન મૂકાવી હતી.
વેકસીન લઇ ક્રિષ્ના નાયકે કોરોના વેકસીન વિના મૂલ્યે આપવામાં આવતા સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના વેકસીન સુરક્ષિત છે અને રસીકરણએ આપણા અને આપણા પરિવારના આરોગ્ય માટે જરૂરી છે. સરકારે કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે વેકસીન આપવામાં આવી રહી છે. મને વેકસીન લીધા બાદ કોઇ પણ પ્રકારની આડઅસર થઇ નથી.
તપન નાયકે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી કોરોના વેકસીન સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે. જેથી લોકોએ કોરોના વેકસીન લેવાનો આગ્રહ રાખી સરકારના વેકસીન ઝુંબેશમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. ત્યારે પોતે સુરક્ષિત થઇ પરીવારને પણ સુરક્ષિત કરવા અપીલ કરી હતી. સાથે સાથે કોરોનાની રસી મુકાવ્યા પછી પણ અમે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવી આરોગ્ય વિભાગની સુચનાનું ચુસ્ત રીતે પાલન કરવું જોઇઍ તેમ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500