ચીખલી તાલુકાના તેજલાવ પંથકમાં રાત્રિ દરમિયાન તીક્ષ્ણ હથિયારથી અજાણ્યા ઈસમે હુમલો કરતા મહિલાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે 2 સંતાનની માતા પર પ્રેમ પ્રકરણમાં હુમલો થયો હોવાનું જાણવા મળ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દિપકભાઈની પત્ની રાત્રે આઠેક વાગ્યાના અરસામાં દુકાને સામાન લેવા માટે નીકળ્યાં હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી પેટ અને છાતીના ભાગે ઇજા પહોંચાડતા લોહી-લુહાણ હાલતમાં 108 મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
જોકે મહિલા પર હુમલો કરી હુમાલખોર ભાગી છુટ્યા હતા જયારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહિલા પર હુમલો પ્રેમ પ્રકરણમાં થયો હોવાનું અને વલસાડની એક કંપનીમાં સાથે કામ કરનાર પ્રેમી દ્વારા જ હુમલો કરાયો હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં શોધખોળ હાથ ધરી હતી. વધુમાં પોલીસે આ ઘટનામાં સીસીટીવી અને આસપાસના લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application