Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાસદમાં દીપડો બચ્ચા સાથે નજરે પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો

  • December 03, 2021 

વાંસદા નગરના ઓમનગર સોસાયટી, સદલ ફળિયા, કૃષ્ણકુંજ સોસાયટી અને પશુ દવાખાનાની સામે રોજ સાંજે 7 કલાકે અને મોડી રાત્રે જાહેર રસ્તા પર દીપડો બચ્ચા સાથે નજરે પડે છે જેને લઈ સ્થાનિક લોકોમાં વહેલી સવારે અને રાતના સમય બહાર નીકળવાનો ટાળી રહ્યા છે અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે એક વિસ્તારમાં પાંજરું મૂકીને દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે.પરંતુ હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી તમામ પકડાયેલા દીપડા નેશનલ પાર્કમાં છોડવામાં આવે છે પરંતુ વાંસદા નેશનલ પાર્કમાં છોડવામાં આવતા દીપડાઓને ખાવાની ખોરાકની સુવિધા નહીં હોવાથી માનવ વસતી તરફ દીપડા નીકળી આવે છે. ઘણીવાર ખેતીકામે જતા ખેડૂતો પર હુમલો કરી લોહીલુહાણ કરતા હોસ્પિટલમાં સારવાર પણ કરાવવાની ઘટના બનવા પામી હતી. વાંસદા પંથકમાં જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાઇ દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને જંગલખાતાની આ દીપડો પકડવા માટે પાંજરુ ગોઠવવા માટે પણ માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application