Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા-વઘઈ રોડ પર પીકઅપ અને ટવેરા વચ્ચે અકસ્માત

  • November 29, 2021 

નવસારીનાં વાંસદા તાલુકાના વાંસદા-વઘઈ રોડ ઉપર તાડપાડા ગામ પાસે ખાટાઆંબા ગામે લગ્ન પતાવી આહવા પરત ફરતા સામેથી પીકઅપ ચાલકે ટવેરાને ટક્કર મારતા ચાલકને સાધારણ ઇજાઓ થતા 108માં હોસ્પિટલ લઈ જતા સારવાર કરી રજા આપી હતી. બનાવ અંગે પોલીસ મથકે ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. બનાવ અંગેની વિગત એવી છે કે, વાંસદાનાં વાંસદા-વઘઈ રોડ પર તાડપાડા ગામ પાસે પ્રદીપ બયાજીભાઈ ઠાકરે ટવેરા નંબર જીજે/30/એ/1924માં મિત્રો સાથે ખાટાઆંબા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યાં હતા અને ત્યાંથી મળસ્કે વાંસદા થઈ હનુમાનબારીથી ડાંગ ઘરે પરત જઇ રહ્યાં હતા.તે દરમિયાન સવારે સામેથી મહારાષ્ટ્ર સાઈડથી ટામેટાનો જથ્થો ભરીને પીકઅપ ટેમ્પો નંબર એમએચ/15/એચએચ/0851નો ચાલક પૂરઝડપે હંકારી ટવેરાને અડફેટે લેતા બનાવમાં ટવેરાના ચાલકને સામાન્ય ઈજા પહોંચતા 108માં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યારે ટવેરાને નુકસાન થયું હતું. જોકે અકસ્માત સર્જાતા પીકઅપમાં ભરેલા ટામેટા રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. ટવેરાના ચાલક પ્રદીપ ઠાકરેએ પીકઅપ ચાલક વિરૂદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી જયારે આ અકસ્માતમાં પીકઅપ ચાલકે ટેમ્પાને ટક્કર મારતા એકને ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે આ ઘટનામાં અકસ્માત કરનાર પીકઅપ ટેમ્પાના ચાલકની અટક કરી વધુ તપાસ વાંસદા પોલીસે હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application