Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવીનાં એંધલથી ધનોરી જતા માર્ગ પર અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત, એક ઘાયલ

  • November 30, 2021 

નવસારીનાં ગણદેવી તાલુકાનાં એંધલથી ધનોરી જતા માર્ગ પર બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, ગણદેવીના સુંદરવાડીમાં રહેતા દિવ્યેશ ગુલાબભાઈ પટેલ (ઉ.વ.25) પોતાની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/21/બીટી/2540 લઈને તેમના એક મિત્ર તેજલભાઈ જીગ્નેશભાઈ પટેલ (ઉ.વ.25) જોડે ત્રીજા એક મિત્રને એંધલ રાત્રે મુકવા ગયા હતા. મિત્રને એંધલ મૂકી રાત્રે 1 થી 2ના ગાળામાં પાછા ગણદેવી જતા હતા. તે સમયે એંધલ ધનોરી માર્ગ પર કાજીવાડના વળાંક પાસે દિવ્યેશભાઈએ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક રોડ ઉપરથી ઉતરી વીજપોલમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો.જોકે બાઈકની સ્પીડ એટલી હતી કે, વીજપોલના તાણીયાને પણ જમીનમાંથી ઉખેડી નાખ્યો હતો. જોકે આ અકસ્માતમાં તેજલભાઈને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે દિવ્યેશ મદદ માટે બુમો પડતો રહ્યો હતો પરંતુ આ રોડ નિર્જન હોય કોઈ આવ્યું ન હતું. જયારે સવારે 4.20 કલાકની આસપાસ ગણદેવી સુગરની નાઈટની નોકરી પૂરી કરી એક યુવક એંધલ ઘરે આવતો હતો ત્યારે તેને આ અકસ્માત જોતા ઉભા રહી 108ને ફોન કરી સરપંચને જાણ કરી હતી અને બાદમાં પોલીસને ફોન ફરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને ઈજાગ્રસ્ત દિવ્યેશને 108માં આલીપોર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયારે તેજલભાઈની લાશનો કબજો લઇ પી.એમ.માટે ગણદેવી લઇ ગયા હતા. બનાવની ફરિયાદ જીગ્નેશભાઈ નટુભાઈ પટેલ (રહે.તોરણગામ,કલીયારી)એ ગણદેવી પોલીસમાં નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application