Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઇક સ્લીપ થતાં રોડની બાજુમાં આવેલ વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઇજાને કારણે યુવકનું મોત

  • August 12, 2022 

નવસારીનાં માણેકપોર ગામે વિશાલ રવજીભાઈ હળપતિ તેમના બે નાના ભાઈ અને માનસિક અસ્વસ્થ પિતા સાથે રહે છે જોકે તેમની માતાનું અવસાન થયા બાદ તેમના પિતા પણ અસ્વસ્થ હોય ઘરની તમામ જવાબદારી વિશાલ હળપતિ (ઉ.વ.21) ઉપર હોય તે ખેતીકામ કરી પરિવારનું આર્થિક નિર્વાહ કરતો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિશાલ તેમની ભીનાર ગામે રહેતી બહેનને મળવા માટે પોતાના કાકાભાઈની બાઇક નંબર GJ/21/BQ/3096 લઈને જવાનો હતો.




જોકે ગતરોજ સાંજે વરસાદ પણ પડતો હોય તે બાઇક લઈને તવડી-સાગરા થઈ માણેકપોર આવતા દેવન્યુ તળાવની સામે જાહેર રોડ પર વળાંક પાસે બાઇક અચાનક સ્લીપ થઈ જતા વિશાલ હળપતિની બાઈક રોડની બાજુમાં આવેલા વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ વિશાલનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પંચાયત સભ્યએ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application