Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • May 20, 2022 

નવસારી ડેપો પર વાપીથી અમદાવાદ જતી એસ.ટી. બસમાંથી રૂપિયા 8 હજારનાં દારૂ સાથે એક મહિલા ઝડપાતા કાર્યવાહી કરાઈ હતી. છેલ્લા લાંબા સમયથી એસ.ટી.બસમાં દારૂની હેરાફેરી સરળ બની હોય તેમ બુટલેગરો આસાનીથી એસ.ટી.માં દારૂની ખેપ મારી રહ્યા છે. ત્યારે પોલીસે નવસારી એસ.ટી. બસ ડેપો ખાતે વાપીથી અમદાવાદ જતી બસમાં 8 હજારનાં દારૂ સાથે એક મહિલાને પોલીસે ઝડપી હતી. ટાઉન પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



જયારે હવે દારૂની હેરાફેરીમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ કામ કરી રહી છે જેમાં મહિલાઓ પર કોઈ પણ શંકા થતી નથી અને મહિલાઓ પોતાની નાની હેન્ડબેગમાં આસાનીથી એક પેટી દારૂ લઈ જઈ શકે છે જેને કારણે બુટલેગરો દ્વારા મહિલાઓને આ ધંધામાં હવે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ત્યારે બસમાંથી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ હતી. બનાવ અંગે 65 વર્ષીય મહિલા પુષ્પા ખલાસી વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application