Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે પક્ષ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • December 01, 2021 

નવસારી શહેરમાં કાગદીવાડમાં રહેતા શાહનવાઝ ઇકબાલ શેખે ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમના મિત્ર ઝુનેદ અને તેઓ ગત તા.27મી નવેમ્બરે મહોલ્લામાં બેસેલા હતા તે સમયે  વસીમ નઝીર શેખ અને સુલતાન ઉર્ફે ચિલ્લી નઝીર શેખ નામના યુવકો સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ સમાધાન પણ થયું હતું. પરંતુ ત્યાર પછી એ અદાવતને ધ્યાનમાં લઇ ગત તા.29મીએ ફોન કરી શાહ નવાઝ શેખ અને ઝુનેદને મહોલ્લામાં બોલાવી બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી અને આ બોલાચાલી ઝઘડામાં પરિવર્તિત થઇ ગઇ હતી. જયારે ઉશ્કેરાયેલા વસીમ અને સુલતાને પાઈપ વડે શાહનવાઝ ઉપર હુમલો કરી દીધો હતો. જેને લઇ તેને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે શાહનવાઝે ટાઉન પોલીસ મથકે વસીમ અને સુલતાન શેખ બન્ને વિરુદ્ધ ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે ટાઉન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application