Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં કુકેરી ગામે દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળ્યું

  • December 14, 2021 

ચીખલી તાલુકાનાં કુકેરી ગામે દીપડાનું 1 માસનું બચ્ચું મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, ચીખલીનાં કુકેરી ગામના રાબડી ફળિયામાં રહેતા શંકરભાઇ રવજીભાઈ હળપતિના ખેતરની બાજુમાં આવેલ કોતરમાં એક દીપડાનું બચ્ચું (ઉ.વ.આ.1 માસ) મૃત હાલતમાં દેખાયું હતું. જોકે બનાવ અંગેની જાણ સ્થાનિકોએ ચીખલી વન વિભાગને કરી હતી. જેને પગલે આરએફઓ સહિત સ્ટાફે સ્થળ ઉપર જઇ મૃત દીપડાના બચ્ચાનો કબ્જો લઈ સાદકપોર નર્સરીમાં વેટરનરી ડોકટર પાસે પીએમ કરાવ્યું હતું અને તેના અગ્નિસંસ્કાર કરી ચીખલી વન વિભાગે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application