Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેન્કનાં કર્મચારીનું અજાણ્યા વાહન અડફેટે મોત

  • May 23, 2022 

ચીખલીની બેન્કમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવનારનું કાવેરીના પુલ ઉપર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ચીખલીની એક્સીસ બેંક શાખામાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અઝહરૂદિન શેખ (રહે.આસુરવાવ, પોલીસ ચોકી પાસે, આસુરા ગામ, તા.ધરમપુર જિ.વલસાડ)ના જેઓ પોતાના રૂટિન મુજબ તેમની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ નંબર જીજે/15/એએસ/1306 પર શનિવારનાં રોજ ઘરે જવા નીકળ્યા હતા.



તે દરમિયાન રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ચીખલી કાવેરી નદી સ્થિત ખેરગામ રોડ પરના પુલ ઉપર અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા ગંભીર રીતે ઇજા થતા સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ નવસારી યશફિન હોસ્પિટલ ખસેડાયા હતા અને જોકે વધુ સારવાર અર્થે સુરત ખસેડાતા રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ મોત નીપજ્યું હતું.



બનાવ અંગેની ફરિયાદ મરણ જનારના મોટાભાઈ સમીરુદ્દીન અલીમઉદ્દીન શેખ (રહે.આસુરા ગામ, ધરમપુર જિ.વલસાડ) નાએ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application