Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા

  • December 12, 2021 

વાંસદા પોલીસ સ્ટાફનાં માણસો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી સાપુતારા વાંસદા થઈ સુરત તરફ સફેદ કલરની પીકઅપ ટેમ્પો નંબર એમએચ/06/બીજી/2450માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળવાનો છે. જે બાતમીના આધારે વાંસદા-વઘઈ રોડ પર તાડપાડા ગામ પાસે વોચ રાખતા બાતમીવાળી પીકઅપ આવતા ઉભો રખાવી ટેમ્પોમાં તપાસ હાથ ધરતા સડેલી શાકભાજીના નીચે ઈંગ્લીશ દારૂની નાની-મોટી 1632 બોટલ મળી આવી હતી.આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની 1632 બોટલ જેની કીન્માર રૂપિયા 2.04 લાખ અને ટેમ્પોની કીંમત રૂપિયા 2.50 લાખ તથા મોબાઇલ તેમજ રોકડા સહિત કુલ રૂપિયા 4,54,950/-નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક હંસરાજ ઉર્ફે ગુડુ ઠાકુર (રહે.ચલથાણ) ના ઓની અટક કરી હતી. જ્યારે કૈલાશ મારવાડી (રહે.સુરત) તથા માલ લેનાર સંતોષ પાટીલ (રહે.સુરત)ના ઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application