Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂની 425 બોટલો સાથે ચીખલીનાં 2 યુવકો ઝડપાયા

  • December 13, 2021 

નવસારીમાં પ્રોહીબીશનના કેસ અટકાવવા માટે એલસીબી પોલીસને માર્ગદર્શન આપ્યું હતું તેના આધારે પોલીસે નવસારી સિંધી કેમ્પ ત્રણ રસ્તા પાસે પસાર થતી કારમાંથી વિદેશી દારૂ સાથે 2 યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ આપનાર અને ભરાવનાર 2 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહી. ગુના રોકવા માટે પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી મળી હતી કે, સિંધી કેમ્પ ત્રણ રસ્તા પાસે કાર નંબર જીજે/21/સીએ/4917માં દમણથી દારૂ ભરી સુરત જનાર છે. જે બાતમી વાળી કાર સિંધી કેમ્પ પાસે આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતાં વિદેશી દારૂની 425 બાટલીઓ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 53,125/- હતી. જોકે પોલીસે દારૂના જથ્થા સાથે પીયુષ પંચાલ અને ધવલ પંચાલ (બંને રહે.ચીખલી)ના ઓની ધરપકડ કરી હતી. જોકે પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, દારૂ ભરાવનાર અજય (રહે.મોગરાવાડી વલસાડ) અને દારૂ મંગવનાર કાલુ પટેલ (રહે.સુરત)ના ઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસ દારૂ અને કાર મળી કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application