Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત, 4ને ઈજા

  • May 18, 2022 

ગુજરાત રાજ્યાને અડીને આવેલા મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકાનાં વિસરવાડી ખાંડબારા રોડ પર આવેલા નિંબોણી ગામના પુલ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજા થઇ હતી. જયારે પીકઅપને ઓવરટેક કરતા બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સ્થાનિકોએ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવાપુરનાં વિસરવાડી ખાંડબારા રોડ પર આવેલા નિંબોણી ગામના પુલ પાસે ગતરોજ સાંજે 6.30 કલાકે બે મોટરસાયકલ સમસામે ટકરાતા અકસ્માત થયો હતો.



જેમાં એક મોટરસાયકલ પર સવાર પ્રવિણ જગન ગાવિત (રહે.ખોગલપાડા,બરડીપાડા) તેની બહેનને છોડાવવા માટે નવાપુર તાલુકાના અમકુટી ગયો હતો, જ્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવતી મોટરસાઇકલ પાર સવાર તુષાર કલસિંગ કોંકણી (રહે.વડદા), રાકેશ હરખાકલાલ કોકાણી (રહે.વડદા) અને સોમનાથ સુનિલ કોકાણી (રહે.વાડદા) નાઓ લગ્ન સમારોહ પતાવીને કાકરપાડાથી વડદા ઘરે જઈ રહ્યા હતા. જોકે આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 108ની મદદથી બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જયારે પિકઅપ ઓવરટેક કરતી વેળાએ અચાનક સામેથી બાઇક આવી જતાં અકસ્માત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application