Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ગાંધી ગ્રામજીવન પદયાત્રા યોજાઇ

  • October 30, 2024 

માહિતી બ્યુરો/તાપી : મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલ ગૂજરાત વિધ્યાપિઠ અમદાવાદ દ્વારા ૨૦૦૭થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત વિધ્યાપીઠના કુલાધિપતિશ્રી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી મહામહીમ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વિધ્યાપીઠના ધ્યેય અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈને આ વર્ષે ત્રણ દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રા કરવામાં આવી હતી.


વિધ્યાપીઠના સેવકો અને વિધ્યાર્થીઓ મળી ૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતનાં ૧૮૦૦ જેટલા ગામડાઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલ દ્વારા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની કામગીરી લોકભાગીદારી સાથે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવે છે. જેના પરિણામે ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલ છે. તાપી જિલ્લામાં વિદ્યાપીઠના સમાજશાસ્ત્ર વિભાગના પદયાત્રીઓની ટુકડી સાથે ડોલવણ ખાતે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રતિનિધિ ડો.કાળુભાઇ ડાંગર સહભાગી થયા હતા. જ્યાં પદયાત્રી ટુકડી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ડોલવણ તાલુકાના બોરકચ્છ, ચુનાવાડી, રાયગઢ, પીપલવાડા, બરડીપાડા, હરીપુરા, આમણિયા, કલમકૂઈ અને પલાસીયા વગેરે ગામોના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતિ અને પ્રશ્નોના સંદર્ભમાં ધરતીમાતા અને માનવીય તંદુરસ્તી, પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો, પાક સંરક્ષણના ઉપાયો, મિટિંગ, રેલી, પ્રદર્શન સભા જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application