લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરને દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે.
આગામી તા.૩૦/૧૦/૨૦૨૨ તથા તા.૩૧/૧૦/૨૦૨૨ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા.
આ સાથે તાપી જિલ્લાના બાગાયત ખાતા, ATMA પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ઉપરાંત જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે, કાપા.ઇ.સિંચાઇ વિભાગ ખાતે, આરોગ્ય વિભાગ ખાતે,વિવિધ આંગણવાડીઓ ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500