નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી જુગાર રમતા જુગારીઓ પકડાઈ રહ્યાં છે, ત્યારે વધુ ત્રણ જુગાર પકડી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુના દાખલ કર્યા છે. મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે તોરણા ગામથી હાર-જીતનાં જુગાર પર પોલીસે રેઇડ કરતા ભાગદોડ મચી હતી. જેમાં તોરાણા ગામના ગોપાલ વસાવા, પરેશ વસાવા, કનુ વસાવા, કિરીટ વસાવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે તલસી વસાવા, હર્નિશ વસાવા, વિષ્ણુ વસાવા, અક્ષય વસાવા, અજય વસાવા તથા પ્રફુલ વસાવા વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી પાસેથી કુલ રૂપિયા 8,890/-નો મુદ્દામાલ પકડી ગુનો દાખલ કર્યો છે. જ્યારે બીજી રેડ રાજપીપળા પોલીસે ભુછાડ ગામે કરી ત્યાંથી રાજપીપલા મોતીબાગના અનિલ વસાવા ભુંછાડ નવીનગરી અમીત વસાવા, નીરમલ વસાવાને ઝડપી પાડ્યા હતા.
જ્યારે ભુછાડ નવી વસાહતના સમીર વસાવા, કમલભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 16,140/-ના મુદ્દામાલ પકડી ગુનો દાખલ કર્યો છે. જ્યારે ડેડીયાપાડા પોલીસે તાલુકાના નિંગટ ગામમાં ચાલતા જુગાર પર છાપો મારીઝરણા વાડીના સંદિપ વસાવા, ડેડીયાપાડાના વિપુલ વસાવા, નિંગટ ગામના ઠાકોર વસાવા, મહેશ વસાવા, વડોદરા કારેલીબાગ તુલસીવાડી રોડ હાથીખાનાં રહીશ યુનુષ મોહમ્મદ સાકીર શેખ, નિંગટ નવી વસાહતના સુરદાસ વસાવા, રાહુલ વસાવાને પકડી લીધા હતા. જ્યારે વનસીંગ વસાવા, ગુલાબસિંગ વસાવા, સુનિલ વસાવા, વિક્રમ વસાવા, સંદિપ વસાવા, રીતેશ વસાવા, યુવરાજ વસાવા, રાકેશ વસાવા, સુરેશ વસાવા, સુનિલ વસાવા, પ્રકાશ વસાવા, મુકેશ વસાવા અને અમજદ ઝીણુ શેખને પકડી કુલ રૂપિયા 96,140/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ ગુના દાખલ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationજોળવા ગામમાંથી જુગાર રમતા આઠ જુગારી પકડાયા
April 15, 2025