Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત

  • May 30, 2023 

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નેશનલ ટ્રસ્ટ એક્ટ, ૧૯૯૯ હેઠળ કાર્યરત લોકલ લેવલ કમિટીની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.






ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ આવરી લીધેલ માનસિક મંદતા, સેરેબલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલ દિવ્યાંગતા માટે જિલ્લા સ્તરની લોકલ લેવલ કમિટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને જીવનના વિવિધ ક્ષેત્રોમાં હકિકતો અને સંજોગોના આધારે ભૌતિક, તબીબી અને કાનુની પ્રતિનિધિત્વ માટે તેમના માતા-પિતા અથવા તેમના સગા સંબંધીઓની લીગલ ગાર્ડીયનશીપ મંજૂર કરે છે.






જેથી દિવ્યાંગ વ્યક્તિને લોન કન્સેશન, રાજ્ય સરકાર ડિસેબિલિટી પેન્શન, બેન્ક એકાઉન્ટ/ બેન્કિંગ વ્યવહાર/ પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ખોલવા માટે વાલીપણા તરીકેની ફરજ બજાવવા મદદરૂપ થઈ શકે છે. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી. જે. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતન પરમાર, નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રર થયેલ સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રતિનિધિશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application