નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે કલરવ પ્રાથમિક શાળા- રાજપીપળા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી માધ્યમિક શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે સલામતી અને સાવધાની બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બંને શાળાના 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરી ન વાપરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application