નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના ટીમ્બિ ગામમાં રહેતી પરણિત મહિલાએ ઝેરી દવા પી લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટીમ્બિ ગામમાં રહેતી નીતાબેન અશ્વિનભાઈ વાસાવા કે જેનું કુમસગામ ખાતે લગ્ન થયું હતું પરંતુ મહિલાએ ગત તા.14 જુલાઈના રોજ કોઈક કારણોસર પોતાના પિયર ટીમ્બિ ગામે ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે રસિકભાઈ વસાવાએ આમથેલા પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application