ડેડિયાપાડાના એક યુવકને આરએફઓની નોકરી લગાવી આપવાની લાલચે બારડોલીની એક મહિલાએ 13 લાખ ખંખેરી લીધા હતા. મહિલા પોતે જીલ્લા પોલીસ વડાની ખોટી ઓળખ આપી લક્ઝરી કારમાં ફરતી હતી. આ ઠગ મહિલાને ડેડિયાપાડા પોલીસે ઝડપી પાડી હતી.
ડેડિયાપાડા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ડેડિયાપાડાના કૃતીક શાંતીલાલ ચૌધરી સાગબારા ખાતે પિતાને નોકરીએ મુકવા જતાં પિતા શાંતીલાલ પર તેમના મૂળ ગામના વિપુલ ચૌધરી જેઓ બીલવાણ ગામે ચૌધરી ફળીયામાં રહેતા હોય ફોન આવ્યો હતો. જેમણે સુરતના એક એસ.પી.ચૌધરી મેડમ છે, તેઓ ડેડિયાપાડા તરફ કોઇ તપાસમાં આવવાના છે. તેમને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવાની છે અને તેઓ મારા ઓળખાણમાં છે.
ત્યારબાદ વિપુલ ચૌધરી તથા નેહાબેન ચૌધરી ડેડિયાપાડા આવી ઘરે રોકાય હતા. બાદમાં તેમણે વિશ્વાસમાં લઈ આરએફઓ ની પરિક્ષા આવનાર હોઈ તેમાં નેહા ચૌધરીએ મારે ગાંધીનગર સી.એમ.સુધી સારી ઓળખાણ છે. તમારા છોકરાને નોકરીએ લગાવી આપીશ પરંતુ તેના બદલામાં રૂપિયા 13 લાખ આપવા પડશે. તેમ કહ્યું હતું અને નાણા પણ ચૂકવી દીધા હતા. પરંતુ નોકરી નહીં મળતાં છેતરાયાનો અહેસાસ થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને ઝડપી પાડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500