રાજપીપળાથી પોઇચા સુધીનો અંદાજીત 15 કિલો મીટરનો રસ્તો ફોરલેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજપીપળાથી પોઈચા સુધીનો રસ્તો ફોરલેન બનાવવાં માટે જેસીબી મશીનો દ્વારા રોડની આજુબાજુ સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. આ માગૅ ફોરલેન બનાવવાં માટે અંદાજીત એક હજારથી વધારે વૃક્ષો કાપવામાં આવશે. આ માર્ગ ફોરલેન બનાવવા માટે 75 કરોડ જેવો ખર્ચે થશે. માર્ગની આસપાસ જમીન સંપાદન કરવામાં આવી છે પણ ઘણાં ખેડૂતોને જમીન સંપાદનના પૈસા જવાબદાર કચેરી દ્વારા ચુકવવામાં આવ્યા નથી અને ખેડૂતોની જમીનની સાફ સફાઈ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
ખેડૂતોને જમીન સંપાદનના પૈસા ચુકવ્યા નથી તેમ છતાં ખેડૂતોની જમીન રોડની આસપાસની સફાઈ કરવાનું શરૂ કરી દેવામાં આવતા રોષ જોવા મળ્યો છે. ખેડૂતોને જમીન સંપાદન પૈસા આપ્યા વિના ખેતરોની વાડો તોડી પાડવામાં આવી છે અને સાફ સફાઈ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઇ રહ્યું છે માટે સત્વરે ખેડૂતોની સંપાદન કરેલી જમીનના પૈસા ચુકવવામાં આવે પછી જમીન સંપાદન કરી ફોરલેન રોડની કામગીરી શરૂ કરવામાં આવે એવી ખેડૂતોએ માંગ કરી છે. તંત્રની આવી નીતિના કારણે ખેડૂતોમાં કચવાટ શરૂ થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application