નાંદોદના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામે ઢોર ચરાવવા ગયેલ 17 વર્ષીય કિશોર કિશન મુસાભાઈ વસાવા જે બપોરના સમયે ઢોર ચરાવવા માટે ચાપટ ગામની સીમમાં ગયા હતા. તે દરમિયાન ડુંગર ઉપરથી પડી જતા શરીરે વાગી જતા પ્રથમ સારવાર માટે કિશન વસાવાને રાજપીપળા લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે એસએસજી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application